Wednesday, 30 November 2011

sms to : Hetal Mahendrakumar Sangani

હાય હેતુ, અભિનંદન સમાચાર મળ્યા તારું ગોઠવાયું એના. ચાલો જીવન નો આ અધ્યાય સમાપ્ત થયો. મને ખુશી છે કે આ અધ્યાય માં મારી જે પણ ભૂમિકા હતી તે મેં પૂરી ઈમાનદારી થી નિભાવી છે. એક પ્રેમી તરીકે મેં હંમેશા તને ચાહી છે. કોઈ ના ચાહી શકે એ હદે તને ચાહી છે અને આજે પણ તને જ ચાહું છું, આગળ પણ ચાહતો રહીશ. હેતુ તું મારા દિલ માં જ નહિ પણ મારી શ્વાસો માં વસેલી છો. હું ગમે ત્યાં ચાલ્યો જાઉં, દુનિયા ના કોઈ પણ ખૂણા માં રહું, તારા વગર નથી રહી શકતો. બસ એટલે જ હું મારી આખી જીંદગી તારી સાથે વિતાવવા માંગતો હતો અને તેના માટે પ્રયત્નશીલ હતો. એમાં જાણતા-અજાણતા હુ તારી સાથે અગર કોઈ અન્યાય કરી બેઠો હોઉં તો મહેરબાની કરીને મને માફ કરજે. હેતુ તારી જેમ બીજા બધા મને સલાહ આપે છે કે હું તને ભૂલી જાઉં. પણ યાર હું એમને નથી સમજાવી શકતો કે આપને ભૂલી એને શકીએ જેને યાદ કરવાની જરૂર પડતી હોય, પરંતુ જે ૨૪ કલાક તમારી સાથે હોય, તમારી અંગ-સંગ હોય એને કઈ રીતે ભૂલી શકાય? હેતુ મેં મારા જીવન ની દરેક નાની-મોટી ખુશી તારી સાથે વહેચી છે. તારી સાથે વિતાવેલા ૮ મહિના ની દરેક ક્ષણો મારા માટે યાદગાર અને અમૂલ્ય ક્ષણો છે. તને નહિ ખબર હોય હું આજે પણ એ ક્ષણો ને યાદ કરીને ક્યારેક હસું છું તો ક્યારેક આંખો ની કિનારી ભીની થઇ જાય છે. તારો ગુસ્સો, ભરાવદાર ચહેરો, પેલું અણગમો પ્રગટ કરવા માટે વાંકું થતું મોઢું, તારું બિન્ધાસ્તપણું, ક્યારે મૂડ માં હોય તો પંજાબી માં તું જે "આઈવે" બોલતી હતી તે, ધવલ સાથે વાત કરતી વખતે તારા ચહેરા ની ચમક, તારી આંખો ની ગહેરાઈ, તારી ખુશ્બુ અને તારો સ્પર્શ આ બધું કઈ રીતે ભૂલું? કાલે કદાચ જીવન માં હું દરેક વસ્તુ હાંસિલ કરી શકીશ, પણ એ કઈ રીતે ભૂલીશ કે મારી જીવન ની સૌથી અમૂલ્ય વ્યક્તિ ને હું ખોઈ ચુક્યો છું? હેતુ હું મારી હેતુ ને હંમેશા મારી પાસે ઈચ્છતો હતો, એને મારાથી દુર જતી કઈ રીતે સહી શકીશ? ચકુ, મારું દિલ તને હંમેશા એક જ વસ્તુ કહેછે પ્લીઝ નઈ જા ને, કાશ હું તને રોકી શકતે......... :'(

Sunday, 27 November 2011

mailto: Hetal Mahendrakumar Sangani

હાય ચકુ, કેમ છે? યાર, કેટલા સમય પછી તારો મેસેજ આવ્યો. હું જાણું છું તે મારી સાથે તારા બધા સંબંધ તોડી નાખ્યા છે. પરંતુ એ તે તોડ્યા છે, મેં નહિ. હું તો આજે પણ તારી સાથે વાતો કરવા માંગું છું. અરે, હું તો તને ઈ-મેલ કરવાનું વિચારતો હતો પણ પછી લાગ્યું કે તને નહિ ગમે. ચકુ મારે તને કોઈ ફરિયાદ નથી કરવી...પણ તારી સાથે વાત તો કરવી જ છે. તું વિચારતી હશે કે કેવો માણસ છે, આટલું બધું થઇ ગયું તો પણ નથી સમજતો, પણ હું શું સમજુ? તને ખબર છે પહેલા હું હંમેશા એક ડર માં જીવતો હતો કે તારા ગયા પછી શું? પણ તું ગઈ ત્યાર પછી મને સમજાયું કે તું તો શું આ દુનાયો ની કોઈ તાકાત મારી હેતુ ને મારા થી દુર ના કરી શકે. તું મારાથી ગમે તેટલી દુર હોય પણ હંમેશા મારી સાથે જ છો. મારી અંગ-સંગ છો. હું જયારે પણ થાક્યો છું, મારી હિંમત બનીને મારી સાથે દરેક મુસીબતો નો સામનો કર્યો છે. ચકુ મારે તને ચાહવાની જરૂર જ નથી પડતી કેમ કે જેવી રીતે હું લાઈફ ના બીજા કામ જેવા કે, હસવું, ખાવું પીવું બધું સહજતા થી કરું છું,એટલી જ સહજતા થી તને પ્રેમ પણ કરું છું.યાર તું મારા જીવન નો એક હિસ્સો બની ગઈ છો. હું જ્યાં પણ રહું તું હંમેશા મારી સાથે જ છો. એટલે જયારે પણ તું યાદ આવે હું એક મેસેજ લખી દઉં છું. કઈ જ ના હોઈ તો ખાલી મેસેજ પણ કરી દઉં છું. ખાલી તને એટલું જણાવવા તને એટલો એહસાસ કરાવવા કે હું આજે પણ તને ચાહું છું અને જીવનના દરેક મોડ પર તારી સાથે જ છું. હા, ખબર છે હમણાં તારી આજુ-બાજુ તારા માં-બાપ, ભાઈ-ભાભી અને પેલો ધવલ જેવા દોસ્તો ભરેલા છે એટલે તને મારી જરૂર નથી. પણ આ બધા આખી જીંદગી તને નથી પહોચવાના એટલે જ્યારેજીવન માં એવો કોઈ મોડ આવશે કે જયારે તારી સાથે આમાં થી કોઈ ના હોય અને તું તારી જાત ને એકલી સમજશે ત્યારે તને એહસાસ થશે કે તું ચાહે કે ના ચાહે પણ હું હંમેશા તારી સાથે જ હતો અને ત્યારે પણ હોઈશ. બસ અત્યાર પુરતું આટલું કાફી છે, બીજું બધું ફરી ક્યારેક......................

Sunday, 20 November 2011

Hetal Sangani: जरा तस्वीर से तू नजर के सामने आ.....मेरी महबूबा

હાય હેતુ, કેમ છો? હું.....? બસ જેવો પહેલા હતો એવો જ છું. યાર, હમણાં તારો ફોટો મોબાઈલ માં જોતો હતો.....તો પેલું "પરદેશ" ફિલ્મ નું ગીત યાદ આવી ગયું. "किसी रोज उससे मुलाकात होगी, मेरी जान वोह उस दिन मेरे पास होगी.". તું વિચારતી હોઇસ કે હું પણ કેવો ગાંડો છું. હજુ પણ તારા વિષે જ વિચારું છું, હે ને? તો હા, હું હજી પણ તારા વિષે જ વિચારું છું. ચકુ, મને ખબર છે કે તું ને હું જીવન માં હવે કદાચ ક્યારેય નહિ મળીએ અને કદાચ સંજોગ્વાસાત કશે મળી પણ ગયા તો પણ તું જાણે મને જાણતી જ ના હોય એમ પસાર થઇ જશે. જે પણ હોય પણ હું રાહ જોઉં છું અને જોતો રહીશ. શેની રાહ? તો હું એ દિવસ ની રાહ જોઉં છું, જે દિવસે તને મારા પ્રેમ નો એહસાસ થશે. જે દિવસે તને એ ભાન થશે કે જીવન માં પ્રેમ જ બધું છે. જે દિવસે તને સમજાશે કે તે શું ગુમાવ્યું છે. જે દિવસે તને લાગશે કે કદાચ થોડી હિંમત કરી દીધી હોત તો. જે દિવસે તને જીવન માં પ્રેમ નું મહત્વ સમજાશે અને એપણ સમજાશે કે આ દુનિયા માં હિમાંશુ થી વધારે તને કોઈ ચાહી જ ના શકે અને તને એ ચાહત ની જરૂર છે. જે દિવસે તને ધવલ અને હિમાંશુ નો ભેદ ખબર પડશે. જે દિવસે તને ઈચ્છશે કે કાશ તું પાછી મારી બાહો માં સમાઈ શકે. ભલે હું તારી સાથે આખી ઉમર નહિ વિતાવી શકું પણ એવો કોઈ દિવસ, એવી કોઈ ક્ષણ જરૂર વિતાવવા ઈચ્છીશ જેમાં તું સંપૂર્ણ પણે મારી હોય. મને નથી ખબર કે એવી કોઈ ક્ષણ મારી કિસ્મત માં લખાઈ છે કે નહિ, પણ હું એ ક્ષણ ની રાહ તો જરૂર જોઈશ ........

Friday, 4 November 2011

Hetal Sangani

હાય ચકુ, કેમ છે? શું ચાલે છે હમણાં? હેય, તું કશે બહાર ગઈ છો? તારા ઘર પાસે થી પસાર થતો હતો, ન ફ્લેટ માં અંધારું હતું. હવે તમે લોકો એટલા જલ્દી પણ નથી સુઈ જતા કે હું એમ માની લઉં કે સુઈ ગયા હશે બધા. અરે, બસ એમ જ પૂછું છું. હું કઈ એ સમયે તારા ઘરે થોડો આવવાનો હતો. દિવાળી પર ધવલ ને મળી?તે એને wish કર્યું હશે, હે ને? યાર, હું લાખ ચાહું કે હું આ બધું મારા મંન માં નહિ લઉં પણ નથી કરી શકતો. હું તને નથી કહી શકતો કે તને કેટલી miss કરું છું. હા દિવસે મારી જાત ને મનાવવા માટે એમ દેખાડો કરું છું કે હું બહુ ખુશ છું. એકદમ પરફેક્ટ છું. પણ અંદરખાને થી હું જાણું છું કે તારા વગર અધુરો છું. પણ શું કરું તારી ખુશી મારા થી દૂર રહેવા માં છે તો એમ જ સહી........

मैंने दिल से कहा धुंध लाना ख़ुशी,
नासमज, लाया गम तो यह गम ही सही.......