Sunday 5 February 2012

Hetal Mahendrakumar Sangani: n the journey begins.......

હાય ચકુ, આવતી કાલે હું આ શહેર ને અલવિદા કહી દઈશ. તને ખબર છે મને આ શહેર બહુ ગમતું હતું, ક્યારેય વિચારેલું નહિ કે હું આ શહેર છોડીને કોઈ બીજા શહેર માં જઈશ. પણ જો સમય એનું કામ કઈ રીતે કરે છે? જે વિચારેલું નહિ તે આજે કરું છું. હા, તું કહી શકે કે તારી યાદો થી દુર જવા માટે મેં આ નિર્ણય લીધો છે, પણ સાથે હું એ પણ જાણું છું કે આનાથી મને કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે હું જ્યાં રહીશ, તારી યાદો ત્યાં આવવાની જ છે. તું એમ વિચારતી હશે કે હું તને ભૂલી કેમ નથી જતો? તારી સાથે વિતાવેલા સમય ને એક સપનું સમજી ને આગળ શું કામ નથી વધતો, હે ને? તો મારી વ્હાલી હેતુ, આ વસ્તુ હું તને નથી સમજાવી શકતો.....આજ કારણ છે કે હું તને કશું નથી કહેતો....કારણ કે આ યાદો જ તારી અમાનત છે મારી પાસે....જે તે મને મારા હૃદય ના બદલા માં આપેલી છે. ચાલ ઠીક છે, હું વધારે નથી ખપાવતો....બધા ને મારી યાદ આપજે...ને તારા વતી ભગવાન ને હમેશા પ્રાથના કરતો રહીશ કે તને એટલી સમજણ આપે કે તું મારી વ્યથા સમજી શકે.....આનાથી વધારે હું કઈ ના કરી શકું......ચાલ આવજે....જય શ્રીકૃષ્ણ.

Monday 23 January 2012

Hetal Mahendrakumar Sangani: ૨૪ જાન્યુ ૨૦૧૨

હાય, કેમ છો? હું બસ મજા માં છું. કાલે પછી મારા લગ્ન ની ચર્ચા ઉભી થઇ, ને મમ્મીએ સંભળાવ્યું કે "હું શું કામ હજુ તને યાદ કરું છું? તને મારા જીવન માંથી નીકાળી કેમ નથી દેતો?". એમની વાત સાચી છે, કારણ કે જયારે હું મારી જાતને તેમની જગ્યાએ મુકું છું તો મને એ એહસાસ થાય છે કે એમની માંગણી ખોટી તો નથીજ. એક સાચી વાત કહું, આજે પણ મારી આંખોમાં તું જ વસેલી છે. મને ખબર છે આવું સાંભળીને તને ગુસ્સો આવેછે. અને તું સ્વયં એવું ઈચ્છે છે કે હું પણ તારી જેમ જીવન માં આગળ નીકળી જાઉં. હશે, જે થવાનું હશે તે થશે. હું એની ચિંતા નથી કરતો. મને ખુશી છે કે તું તારા જીવન માં ખુશ છે. અને હમેશા એજ માંગું છું કે તું હમેશા ખુશ રહે. ચાલ ત્યારે ફરી મળીશું ક્યારેક. ઘર માં બધાને મારી યાદ આપજે ને શ્વેની ને મારો પ્રેમ......જય શ્રીકૃષ્ણ.

Saturday 7 January 2012

Hetal Mahendrakumar Sangani: ૭ જાન્યુઆરી ૨૦૧૨

હાય, મારું ગોલુ-મોલું કેમ છે? અને શું કરે છે? હું આજે ઓફીસ કેમ નથી ગયો? અરે યાર, મેં ગઈકાલે જ TechWorld માં થી Resigm કરી દીધું છે. મેં નવી કંપની જોઈન કરી છે, જે બરોડા માં છે. "Automation Anywhere" કરી ને છે. આવતી ૬ તારીખથી હું બરોડા ચાલ્યો જઈશ. ના હું તને નહિ ભૂલું. મેં તને કહ્યું ને હું દુનિયા માં ગમે ત્યાં રહું...તું હંમેશ મારી સાથે હોઇશ.....તું બોલ તારું શું ચાલે છે?....ચાલ અત્યાર પુરતું આવજે....જય શ્રીકૃષ્ણ