Sunday, 16 October 2011

For Hetal Mahendrakumar Sangani: મારી હેતલ

હાય, મારી ગોલુ-મોલું કેમ છે? ઘર ના બધા કેમ છે? એક વાત પૂછું, તું મને યાદ કરે છે? આ સવાલ કેમ પૂછ્યો? બસ, એમ જ પૂછવાનું મન થયું તો પૂછી નાખ્યો. સાચું કહું, મને ખબર છે કે તે મને તારી જીંદગી, તારી યાદો માં થી ક્યાર નો બહાર નીકળી દીધો છે. હિમાંશુ માંજરાવાલા માટે હવે તારા દિલ માં કે તારા જીવન માં કોઈ સ્થાન નથી, છતાં પણ તું મારે માટે આજે પણ મારું સર્વસ્વ છે. આજે પણ તું મારા જીવન નો જ નહિ પણ મારા શરીર નો અર્ધ હિસ્સો છે. ચલ જવા દે આ બધી વાતો ખાસ તો એ કહેવાનું હતું કે આ ગુરુવારે હું બ્યાસ જાઉં છે. મારા બાબાજી પાસે. મેં એમને વચન આપેલું કે હું જયારે પણ બ્યાસ આવીશ તને મારી પત્ની તરીકે સાથે લઇને આવીશ. તો તને મારા હૃદય માં મારી પત્ની તરીકે સાથે લઇ જાઉં છું.

Sunday, 9 October 2011

To, Hetal Mahendrakumar Sangani: तेरा साथै हैं तो, मुझे क्या कमी हैं! अंधेरो से भी मिल रही रोशनी हैं!!

હેય my georgeous darling હેતુ, કેમ છે? અરે બાપરે શું વાત છે, આજે તારું આ વડા જેવું નાક ગુસ્સા માં ફૂલેલું છે, અને આ ગોળ-માંતોલ ચહેરો પણ ગુસ્સા થી લાલ છે!!!??. OK, તો તને એમ જ છે ને કે હું તને હવે પહેલા જેટલો પ્રેમ નથી કરતો, તને પહેલા જેટલું miss નથી કરતો? હેય sweetu યાર હું આટલું બધું દોડું છું તો શેના માટે આપના માટે જ ને. યાર અત્યારે ફ્લેટ ના લોન ની દોડ-ધામ માં લાગેલો છું. પણ એક વાત કહું આટલો busy છું, આટ-આટલી દોડધામ છે, પણ તું એક second માટે પણ મારા થી દુર નથી. મને જયારે તારી યાદ આવે કે પછી મન ઉદાસ હોય ત્યારે હું મારા મન ને એવું કહી ને સમજાવું છું કે તું ક્યાં દુર છે, મારા દિલ માં તો છે. હરેક પલ તું મારી સાથે ને સાથે જ છે. મારો પડછાયો બની ને દરેક સમયે મારી સાથે જ છે. ગમે તેવો સમય હોય સારો કે ખરાબ તું હંમેશા મારો હાથ તારા હાથ માં લઇ ને કહેતી હોય છે કે હું છું ને સાથે ગભરાઓ છો શું કામ, આપને બંને મળી ને જીવન ના દરેક મુશ્કિલ નો સામનો કરીશું. હેતલ, હું બહુ lucky છું કે જીવન માં મને તારા જેવી જીવન સંગીની મળી, n i thankful to god for that forever.......

Tuesday, 4 October 2011

To, Hetal Mahendrakumar Sangani: तू अब, दे दे मेरा साथ....

હેય, મારું પુર બહાર ખીલેલું ગુલાબ ના ફૂલ કેમ છે? નારાજ છે કે આટલા સમય પછી કેમ તારી યાદ આવી. એવું તો નથી ને કે હું તને ભૂલી ગયો હતો? તો મારી વ્હાલી હેતુ એવું કશું નથી. તું તો મારી સાથે ૨૪ કલાક હોય છે. હા થોડા પારિવારિક કામ-કાજ માં વ્યસ્ત હતો, એટલે તને સમય ના આપી શક્યો. ને એમ પણ તું મારા થી અલગ થોડી છે. એક વાત કહું, લોકો એમ કહે છે કે આજ કાલ મારો વર્તાવ બદલાઈ ગયો છે. હું થોડો ઘમંડી બની ગયો છું. વાતે-વાતે સામે વાળા ને તોડી પાડું છું. એક વાત કહું, હા મારા માં થોડો બદલાવ તો આવ્યો છે, પણ એનું કારણ બીજું છે. હેતુ, હું તને મારા જીવન માં શામેલ કરવા માંગું છું. મારું આ એક સપનું છે. હેતુ, તારા વગર આ હિમાંશુ અધુરો છે. ચકી, તારો પ્રેમ મારી નસો માં લોહી બનીને વહે છે. તારી યાદો મારા હૃદય ની ધડકનો છે. તને મળવાની તડપ જ મને જીવંત રાખે છે. ચકી, અગર હું શરીર છું, તો તું આ શરીર ની આત્મા છે. તારા વગર મારું કોઈ અસ્તિત્વ જ નથી. કાશ, આપને આ જીવન માં એક-બીજા ના થઇ શકીએ..............

Thursday, 29 September 2011

My Beloved - Hetal Sangani

હેય, મારી ગોલુ-મોલું. કેમ છે અને શું કરે છે? તને તારી બિલકુલ ફિકર નથી!!! પોતાની carrier ની થોડી તો ચિંતા કર. જીજ્ઞા ને તારું resume ક્યારનું mail કરી દીધું. Hope એને તને contact કર્યો હશે, હે ને? ચકુ, પ્લીઝ થોડું ધ્યાન આપ. મને ખબર છે તારા પપ્પા ની જેમ તારું નાક પણ બહુ લાંબુ છે. છતાં પણ મારું કહ્યું માનવા માં કે પછી મારા દીધેલા reference ને follow કરવા માં તારું નાક ટુકું નહિ થઇ જાય. હા હા મને ખબર છે, તારો ego તને આ બધું નહિ કરવા દે. પણ એક વાત હંમેશા યાદ રાખજે, હું તને ખાલી કહેવા પુરતી મારી પત્ની નથી માનતો પણ એક પતિ તરીકે ની બધી જવાબદારી નિભાવવાની પણ જાણું છું. બસ એક જ દરખાસ્ત છે મારી વ્હાલી પ્રિયતમા તમે મને મારી ભૂમિકા નિભાવવા માં સહાયરૂપ થાઓ, તેમાં અંતરાય ઉભા નહિ કરો. મહેરબાની થશે તમારી.

Monday, 26 September 2011

To, Hetal Mahendrakumar Sangani: I miss you and I need you dear.....

હેય ચકુ, ખબર છે મેં તને કીધેલું કે મારી હાલત એવા માણસ જેવી છે જેની આસ-પાસ ખારા પાણી નો દરિયો ભરેલો છે પણ એની તરસ તો એક ગ્લાસ મીઠું પાણી છે. તને ખબર છે જે ફ્લેટ લેવા માટે હું એકદમ ઉત્સાહિત હતો ને જેની તું પાર્ટી માંગતી હતી તે સોદો હું કાલે Cancel કરી નાખવાનો છું. ચકુ, યાર મને નથી ખબર તકદીર કેવો મજાક કરે છે મારી સાથે. You know મને તો એવું લાગવા માંડ્યું છે કે success મારા થી દૂર ભાગે છે. હું જે કરવા જાઉં છું મારી બધી મહેનત પાણી માં જતી દેખાય છે. જેમ-તેમ કરી ને એક રસ્તો દેખાતો હતો એ પણ બંધ કરી દીધો. You know મને એમ હતું કે મારા માં-બાપ મને સમજે છે, એમને મારા સપના ઓ ની સમજ છે, પણ નહિ યાર, એ લોકો પણ મને નથી સમજતા. ખરેખર આજે એક્દુમ એકલો મેહસૂસ કરું છું. કાશ, તું મારી સાથે હતે. I miss you and I need you dear.....

Friday, 23 September 2011

To, Hetal Mahendrakumar Sangani: મારો જન્મદિવસ.......

હેય, ચકુ, તને ખબર છે હું આજે આખો દિવસ તારા ફોન ની જ રાહ જોતો હતો. મને એમ કે તું ભૂલી ગઈ હશે, પણ ફત્તું એ મને કીધું કે તને બધું યાદ છે. છતાં પણ તે મને Wish ના જ કર્યું ને? કઈ નહિ, તને એમાં મજા આવે તો એમ જ રાખ. હું પણ એમ જ સમજુ છું કે અત્યારે મારા પ્રેમ ની પરીક્ષા નો ટાઇમ ચાલે છે. પણ એક વાત સાચે સાચી કહું આજે તને બહુ miss કરી મેં તને. પ્લીઝ આવી જા ને યાર.

Wednesday, 21 September 2011

To, Hetal Mahendrakumar Sangani: હું, તું અને તારી યાદો.........

હેય મારી ગોલુ-મોલું, ચોકલેટ જેવી સ્વીટ-સ્વીટ ચકુ, કેમ છે? હું આજે આટલો ખુશ કેમ છું? અરે યાર, હું તો હંમેશા ખુશ જ હોઉં છું. હા, આજે જરા તારા પર પ્રેમ વધારે પડતો ઉભરાયો છે. એનું કારણ એ છે કે છેલ્લા ૩ મહિના થી હું ભૂલકા-ભવન અને રાંદેર માં અમારા માટે, અમારા બજેટ માં ફીટ બેસે એવો ફ્લેટ શોધતો હતો તે આ રવિવારે અમને મળી ગયો ને પપ્પા ને પણ ફ્લેટ ગમ્યો છે. હા હા, મને ખબર છે આ ન્યુઝ આમ જ ના આપાય, પાર્ટી તો બને છે. આપીશ ને પાર્ટી પણ આપીશ. એમ પણ જો ને મારો બર્થ-ડે પણ આવે છે. તો તેની પાર્ટી પણ આપવાની જ છે ને. ના બાબા, હું બિલકુલ કંજુસી નથી કરતો, ગ્રાન્ડ પાર્ટી હશે બસ, ખુશ. ને એમ પણ યાર, હું તો જસ્ટ, મકાન કે ફ્લેટ ખરીદી શકું છું. એને ઘર બનાવવાનું તો તારા હાથ માં છે. મને નથી ખબર કે એ દિવસ આવશે કે નહિ, પણ હા હું એ દિવસ ની રાહ જરૂર જોઇશ. ચાલ મળીએ પછી, ત્યાં સુધી "જય શ્રી કૃષ્ણ" ઘર માં બધા ને મારી યાદ આપજે.