હાય, કેમ છો? હું બસ મજા માં છું. કાલે પછી મારા લગ્ન ની ચર્ચા ઉભી થઇ, ને મમ્મીએ સંભળાવ્યું કે "હું શું કામ હજુ તને યાદ કરું છું? તને મારા જીવન માંથી નીકાળી કેમ નથી દેતો?". એમની વાત સાચી છે, કારણ કે જયારે હું મારી જાતને તેમની જગ્યાએ મુકું છું તો મને એ એહસાસ થાય છે કે એમની માંગણી ખોટી તો નથીજ. એક સાચી વાત કહું, આજે પણ મારી આંખોમાં તું જ વસેલી છે. મને ખબર છે આવું સાંભળીને તને ગુસ્સો આવેછે. અને તું સ્વયં એવું ઈચ્છે છે કે હું પણ તારી જેમ જીવન માં આગળ નીકળી જાઉં. હશે, જે થવાનું હશે તે થશે. હું એની ચિંતા નથી કરતો. મને ખુશી છે કે તું તારા જીવન માં ખુશ છે. અને હમેશા એજ માંગું છું કે તું હમેશા ખુશ રહે. ચાલ ત્યારે ફરી મળીશું ક્યારેક. ઘર માં બધાને મારી યાદ આપજે ને શ્વેની ને મારો પ્રેમ......જય શ્રીકૃષ્ણ.
હેય, મેં આ બ્લોગ એટલા માટે બનાવ્યો કે હું રોજ તારી સાથે જે વાત કરું છું, તેની વ્યવસ્થિત નોંધ રાખવા માંગું છું. જેથી જયારે તારી યાદ આવે ત્યારે તેને વાંચી ને તું મારી પાસે છે એવું મેહસૂસ કરી શકું --- હિમાંશુ
Monday, 23 January 2012
Saturday, 7 January 2012
Hetal Mahendrakumar Sangani: ૭ જાન્યુઆરી ૨૦૧૨
હાય, મારું ગોલુ-મોલું કેમ છે? અને શું કરે છે? હું આજે ઓફીસ કેમ નથી ગયો? અરે યાર, મેં ગઈકાલે જ TechWorld માં થી Resigm કરી દીધું છે. મેં નવી કંપની જોઈન કરી છે, જે બરોડા માં છે. "Automation Anywhere" કરી ને છે. આવતી ૬ તારીખથી હું બરોડા ચાલ્યો જઈશ. ના હું તને નહિ ભૂલું. મેં તને કહ્યું ને હું દુનિયા માં ગમે ત્યાં રહું...તું હંમેશ મારી સાથે હોઇશ.....તું બોલ તારું શું ચાલે છે?....ચાલ અત્યાર પુરતું આવજે....જય શ્રીકૃષ્ણ
Saturday, 31 December 2011
Hetal Mahendrakumar Sangani: ૩૧ ડીસેમ્બર
હાય, શું કરે છે? મારે શું કામ છે????!!!! અરે, બસ એમ જ. જરા ફુરસદ મળી તો થયું કે કેટલા દિવસ થી હેતુ સાથે વાત નથી કરી, તો ચાલો આજે એના હાલચાલ પૂછી લઈએ. પછી, શું પ્લાન છે ૩૧ ડીસેમ્બર ની પાર્ટી માટે...તારો તો ભાઈ જિંદાબાદ....હે ને? હું તો જાઉં છું મુંબઈ, ત્યાં જ ઉજવીશ મારી ૩૧ ડીસેમ્બર. બોલ બીજું બધું ઠીકઠાક??. ઘરમાં બધાને મારી યાદ આપજે. ને હા, પેલી તોફાની શ્વેની ને મારા તરફ થી નવા વર્ષ ની શુભકામના આપી દેજે. ચાલ, હું જાઉં...જય શ્રીકૃષ્ણ.
Thursday, 22 December 2011
Hetal Mahendrakumar Sangani: મંજિલ
હાય,કેમ છે? અચાનક યાદ ક્યાં થી આવી ગઈ, એજ પૂછવા માંગે છે ને?તો મેડમ, આજે ઘણા સમય પછી તમને ઓનલાઈન જોયા. પેલા ખીલેલા ગુલાબ ને પાછું જોયું, એટલે જૂની યાદો તાજા થઇ ગઈ. મન તો ઘણું કર્યું કે તમને જરા હાય, હલ્લો કરી લઉં, પણ પછી થયું કદાચ તું તારા કોઈ મિત્ર સાથે હોઈશ, તો તને ડીસ્ટર્બ કરવી ઉચિત નથી. એટલે મારા મનને કીધું ચલ ભાઈ, હવે અહી તારું કોઈ ઠેકાણું નથી. અને સાચું જ છે ને, જોઈલે એક મુસાફીર જ તો છું, જેની મંજિલ ખોવાઈ ગઈ છે. ને હવે નવી મંજિલ ની શોધ માં ભટકી રહ્યો છે. હે ને?
Thursday, 8 December 2011
For : Hetal Mahendrakumar Sangani
હાય ચકુ, કેમ છે? લાઈફ નો આ નવો મોડ કેવો લાગે છે?હશે હવે, તારી જિંદગી છે તું તારી રીતે જીવ આ તો બસ નવરો બેઠો હતો તો લાગ્યું કે ચાલ તારી સાથે થોડી ગપસપ કરી લઈએ એમ પણ શું ખબર જિંદગી પછી આવી કોઈ તક આપે નહિ આપે? યાર, તને નથી લાગતું લાઈફ માં ઉલ્જનો વધી રહી છે!? ખબર નહી પણ આજ કાલ લાઈફ એકદમ નીરસ લાગે છે. એવું લાગે છે કે જાણે બસ ટાઇમ પાસ કરતા હોઈએ.પ્લીઝ હા હવે તું કઈ ઊંધું ના સમજતી, તારા થી જુદા થવાનું દુખ છે પણ એટલું પણ નહિ કે હું દેવદાસ બની જાઉં. ચાલ્યા કરે લાઈફ છે. બસ હું મારા મન ને હંમેશા એક વસ્તુ સમજાઉં છું, કે જેટલું કરી શકતો હતો, કર્યું, જેટલું સમજાવી શકતો હતો, સમજાવ્યું આગળ કિસ્મત અપની અપની. તું તો કશું બોલ, યાર એક અરસો થઇ ગયો તારો અવાજ સાંભળ્યા ને, તને જોયા ને.......ચાલ ઠીક છે આવજે ત્યારે........ફરી ક્યારેક મળીશું........
Wednesday, 30 November 2011
sms to : Hetal Mahendrakumar Sangani
હાય હેતુ, અભિનંદન સમાચાર મળ્યા તારું ગોઠવાયું એના. ચાલો જીવન નો આ અધ્યાય સમાપ્ત થયો. મને ખુશી છે કે આ અધ્યાય માં મારી જે પણ ભૂમિકા હતી તે મેં પૂરી ઈમાનદારી થી નિભાવી છે. એક પ્રેમી તરીકે મેં હંમેશા તને ચાહી છે. કોઈ ના ચાહી શકે એ હદે તને ચાહી છે અને આજે પણ તને જ ચાહું છું, આગળ પણ ચાહતો રહીશ. હેતુ તું મારા દિલ માં જ નહિ પણ મારી શ્વાસો માં વસેલી છો. હું ગમે ત્યાં ચાલ્યો જાઉં, દુનિયા ના કોઈ પણ ખૂણા માં રહું, તારા વગર નથી રહી શકતો. બસ એટલે જ હું મારી આખી જીંદગી તારી સાથે વિતાવવા માંગતો હતો અને તેના માટે પ્રયત્નશીલ હતો. એમાં જાણતા-અજાણતા હુ તારી સાથે અગર કોઈ અન્યાય કરી બેઠો હોઉં તો મહેરબાની કરીને મને માફ કરજે. હેતુ તારી જેમ બીજા બધા મને સલાહ આપે છે કે હું તને ભૂલી જાઉં. પણ યાર હું એમને નથી સમજાવી શકતો કે આપને ભૂલી એને શકીએ જેને યાદ કરવાની જરૂર પડતી હોય, પરંતુ જે ૨૪ કલાક તમારી સાથે હોય, તમારી અંગ-સંગ હોય એને કઈ રીતે ભૂલી શકાય? હેતુ મેં મારા જીવન ની દરેક નાની-મોટી ખુશી તારી સાથે વહેચી છે. તારી સાથે વિતાવેલા ૮ મહિના ની દરેક ક્ષણો મારા માટે યાદગાર અને અમૂલ્ય ક્ષણો છે. તને નહિ ખબર હોય હું આજે પણ એ ક્ષણો ને યાદ કરીને ક્યારેક હસું છું તો ક્યારેક આંખો ની કિનારી ભીની થઇ જાય છે. તારો ગુસ્સો, ભરાવદાર ચહેરો, પેલું અણગમો પ્રગટ કરવા માટે વાંકું થતું મોઢું, તારું બિન્ધાસ્તપણું, ક્યારે મૂડ માં હોય તો પંજાબી માં તું જે "આઈવે" બોલતી હતી તે, ધવલ સાથે વાત કરતી વખતે તારા ચહેરા ની ચમક, તારી આંખો ની ગહેરાઈ, તારી ખુશ્બુ અને તારો સ્પર્શ આ બધું કઈ રીતે ભૂલું? કાલે કદાચ જીવન માં હું દરેક વસ્તુ હાંસિલ કરી શકીશ, પણ એ કઈ રીતે ભૂલીશ કે મારી જીવન ની સૌથી અમૂલ્ય વ્યક્તિ ને હું ખોઈ ચુક્યો છું? હેતુ હું મારી હેતુ ને હંમેશા મારી પાસે ઈચ્છતો હતો, એને મારાથી દુર જતી કઈ રીતે સહી શકીશ? ચકુ, મારું દિલ તને હંમેશા એક જ વસ્તુ કહેછે પ્લીઝ નઈ જા ને, કાશ હું તને રોકી શકતે......... :'(
Sunday, 27 November 2011
mailto: Hetal Mahendrakumar Sangani
હાય ચકુ, કેમ છે? યાર, કેટલા સમય પછી તારો મેસેજ આવ્યો. હું જાણું છું તે મારી સાથે તારા બધા સંબંધ તોડી નાખ્યા છે. પરંતુ એ તે તોડ્યા છે, મેં નહિ. હું તો આજે પણ તારી સાથે વાતો કરવા માંગું છું. અરે, હું તો તને ઈ-મેલ કરવાનું વિચારતો હતો પણ પછી લાગ્યું કે તને નહિ ગમે. ચકુ મારે તને કોઈ ફરિયાદ નથી કરવી...પણ તારી સાથે વાત તો કરવી જ છે. તું વિચારતી હશે કે કેવો માણસ છે, આટલું બધું થઇ ગયું તો પણ નથી સમજતો, પણ હું શું સમજુ? તને ખબર છે પહેલા હું હંમેશા એક ડર માં જીવતો હતો કે તારા ગયા પછી શું? પણ તું ગઈ ત્યાર પછી મને સમજાયું કે તું તો શું આ દુનાયો ની કોઈ તાકાત મારી હેતુ ને મારા થી દુર ના કરી શકે. તું મારાથી ગમે તેટલી દુર હોય પણ હંમેશા મારી સાથે જ છો. મારી અંગ-સંગ છો. હું જયારે પણ થાક્યો છું, મારી હિંમત બનીને મારી સાથે દરેક મુસીબતો નો સામનો કર્યો છે. ચકુ મારે તને ચાહવાની જરૂર જ નથી પડતી કેમ કે જેવી રીતે હું લાઈફ ના બીજા કામ જેવા કે, હસવું, ખાવું પીવું બધું સહજતા થી કરું છું,એટલી જ સહજતા થી તને પ્રેમ પણ કરું છું.યાર તું મારા જીવન નો એક હિસ્સો બની ગઈ છો. હું જ્યાં પણ રહું તું હંમેશા મારી સાથે જ છો. એટલે જયારે પણ તું યાદ આવે હું એક મેસેજ લખી દઉં છું. કઈ જ ના હોઈ તો ખાલી મેસેજ પણ કરી દઉં છું. ખાલી તને એટલું જણાવવા તને એટલો એહસાસ કરાવવા કે હું આજે પણ તને ચાહું છું અને જીવનના દરેક મોડ પર તારી સાથે જ છું. હા, ખબર છે હમણાં તારી આજુ-બાજુ તારા માં-બાપ, ભાઈ-ભાભી અને પેલો ધવલ જેવા દોસ્તો ભરેલા છે એટલે તને મારી જરૂર નથી. પણ આ બધા આખી જીંદગી તને નથી પહોચવાના એટલે જ્યારેજીવન માં એવો કોઈ મોડ આવશે કે જયારે તારી સાથે આમાં થી કોઈ ના હોય અને તું તારી જાત ને એકલી સમજશે ત્યારે તને એહસાસ થશે કે તું ચાહે કે ના ચાહે પણ હું હંમેશા તારી સાથે જ હતો અને ત્યારે પણ હોઈશ. બસ અત્યાર પુરતું આટલું કાફી છે, બીજું બધું ફરી ક્યારેક......................
Subscribe to:
Posts (Atom)