હાય, મારી ગોલુ-મોલું કેમ છે? ઘર ના બધા કેમ છે? એક વાત પૂછું, તું મને યાદ કરે છે? આ સવાલ કેમ પૂછ્યો? બસ, એમ જ પૂછવાનું મન થયું તો પૂછી નાખ્યો. સાચું કહું, મને ખબર છે કે તે મને તારી જીંદગી, તારી યાદો માં થી ક્યાર નો બહાર નીકળી દીધો છે. હિમાંશુ માંજરાવાલા માટે હવે તારા દિલ માં કે તારા જીવન માં કોઈ સ્થાન નથી, છતાં પણ તું મારે માટે આજે પણ મારું સર્વસ્વ છે. આજે પણ તું મારા જીવન નો જ નહિ પણ મારા શરીર નો અર્ધ હિસ્સો છે. ચલ જવા દે આ બધી વાતો ખાસ તો એ કહેવાનું હતું કે આ ગુરુવારે હું બ્યાસ જાઉં છે. મારા બાબાજી પાસે. મેં એમને વચન આપેલું કે હું જયારે પણ બ્યાસ આવીશ તને મારી પત્ની તરીકે સાથે લઇને આવીશ. તો તને મારા હૃદય માં મારી પત્ની તરીકે સાથે લઇ જાઉં છું.
હેય, મેં આ બ્લોગ એટલા માટે બનાવ્યો કે હું રોજ તારી સાથે જે વાત કરું છું, તેની વ્યવસ્થિત નોંધ રાખવા માંગું છું. જેથી જયારે તારી યાદ આવે ત્યારે તેને વાંચી ને તું મારી પાસે છે એવું મેહસૂસ કરી શકું --- હિમાંશુ
Sunday, 16 October 2011
Sunday, 9 October 2011
To, Hetal Mahendrakumar Sangani: तेरा साथै हैं तो, मुझे क्या कमी हैं! अंधेरो से भी मिल रही रोशनी हैं!!
હેય my georgeous darling હેતુ, કેમ છે? અરે બાપરે શું વાત છે, આજે તારું આ વડા જેવું નાક ગુસ્સા માં ફૂલેલું છે, અને આ ગોળ-માંતોલ ચહેરો પણ ગુસ્સા થી લાલ છે!!!??. OK, તો તને એમ જ છે ને કે હું તને હવે પહેલા જેટલો પ્રેમ નથી કરતો, તને પહેલા જેટલું miss નથી કરતો? હેય sweetu યાર હું આટલું બધું દોડું છું તો શેના માટે આપના માટે જ ને. યાર અત્યારે ફ્લેટ ના લોન ની દોડ-ધામ માં લાગેલો છું. પણ એક વાત કહું આટલો busy છું, આટ-આટલી દોડધામ છે, પણ તું એક second માટે પણ મારા થી દુર નથી. મને જયારે તારી યાદ આવે કે પછી મન ઉદાસ હોય ત્યારે હું મારા મન ને એવું કહી ને સમજાવું છું કે તું ક્યાં દુર છે, મારા દિલ માં તો છે. હરેક પલ તું મારી સાથે ને સાથે જ છે. મારો પડછાયો બની ને દરેક સમયે મારી સાથે જ છે. ગમે તેવો સમય હોય સારો કે ખરાબ તું હંમેશા મારો હાથ તારા હાથ માં લઇ ને કહેતી હોય છે કે હું છું ને સાથે ગભરાઓ છો શું કામ, આપને બંને મળી ને જીવન ના દરેક મુશ્કિલ નો સામનો કરીશું. હેતલ, હું બહુ lucky છું કે જીવન માં મને તારા જેવી જીવન સંગીની મળી, n i thankful to god for that forever.......
Tuesday, 4 October 2011
To, Hetal Mahendrakumar Sangani: तू अब, दे दे मेरा साथ....
હેય, મારું પુર બહાર ખીલેલું ગુલાબ ના ફૂલ કેમ છે? નારાજ છે કે આટલા સમય પછી કેમ તારી યાદ આવી. એવું તો નથી ને કે હું તને ભૂલી ગયો હતો? તો મારી વ્હાલી હેતુ એવું કશું નથી. તું તો મારી સાથે ૨૪ કલાક હોય છે. હા થોડા પારિવારિક કામ-કાજ માં વ્યસ્ત હતો, એટલે તને સમય ના આપી શક્યો. ને એમ પણ તું મારા થી અલગ થોડી છે. એક વાત કહું, લોકો એમ કહે છે કે આજ કાલ મારો વર્તાવ બદલાઈ ગયો છે. હું થોડો ઘમંડી બની ગયો છું. વાતે-વાતે સામે વાળા ને તોડી પાડું છું. એક વાત કહું, હા મારા માં થોડો બદલાવ તો આવ્યો છે, પણ એનું કારણ બીજું છે. હેતુ, હું તને મારા જીવન માં શામેલ કરવા માંગું છું. મારું આ એક સપનું છે. હેતુ, તારા વગર આ હિમાંશુ અધુરો છે. ચકી, તારો પ્રેમ મારી નસો માં લોહી બનીને વહે છે. તારી યાદો મારા હૃદય ની ધડકનો છે. તને મળવાની તડપ જ મને જીવંત રાખે છે. ચકી, અગર હું શરીર છું, તો તું આ શરીર ની આત્મા છે. તારા વગર મારું કોઈ અસ્તિત્વ જ નથી. કાશ, આપને આ જીવન માં એક-બીજા ના થઇ શકીએ..............
Subscribe to:
Posts (Atom)