Thursday 29 September 2011

My Beloved - Hetal Sangani

હેય, મારી ગોલુ-મોલું. કેમ છે અને શું કરે છે? તને તારી બિલકુલ ફિકર નથી!!! પોતાની carrier ની થોડી તો ચિંતા કર. જીજ્ઞા ને તારું resume ક્યારનું mail કરી દીધું. Hope એને તને contact કર્યો હશે, હે ને? ચકુ, પ્લીઝ થોડું ધ્યાન આપ. મને ખબર છે તારા પપ્પા ની જેમ તારું નાક પણ બહુ લાંબુ છે. છતાં પણ મારું કહ્યું માનવા માં કે પછી મારા દીધેલા reference ને follow કરવા માં તારું નાક ટુકું નહિ થઇ જાય. હા હા મને ખબર છે, તારો ego તને આ બધું નહિ કરવા દે. પણ એક વાત હંમેશા યાદ રાખજે, હું તને ખાલી કહેવા પુરતી મારી પત્ની નથી માનતો પણ એક પતિ તરીકે ની બધી જવાબદારી નિભાવવાની પણ જાણું છું. બસ એક જ દરખાસ્ત છે મારી વ્હાલી પ્રિયતમા તમે મને મારી ભૂમિકા નિભાવવા માં સહાયરૂપ થાઓ, તેમાં અંતરાય ઉભા નહિ કરો. મહેરબાની થશે તમારી.

Monday 26 September 2011

To, Hetal Mahendrakumar Sangani: I miss you and I need you dear.....

હેય ચકુ, ખબર છે મેં તને કીધેલું કે મારી હાલત એવા માણસ જેવી છે જેની આસ-પાસ ખારા પાણી નો દરિયો ભરેલો છે પણ એની તરસ તો એક ગ્લાસ મીઠું પાણી છે. તને ખબર છે જે ફ્લેટ લેવા માટે હું એકદમ ઉત્સાહિત હતો ને જેની તું પાર્ટી માંગતી હતી તે સોદો હું કાલે Cancel કરી નાખવાનો છું. ચકુ, યાર મને નથી ખબર તકદીર કેવો મજાક કરે છે મારી સાથે. You know મને તો એવું લાગવા માંડ્યું છે કે success મારા થી દૂર ભાગે છે. હું જે કરવા જાઉં છું મારી બધી મહેનત પાણી માં જતી દેખાય છે. જેમ-તેમ કરી ને એક રસ્તો દેખાતો હતો એ પણ બંધ કરી દીધો. You know મને એમ હતું કે મારા માં-બાપ મને સમજે છે, એમને મારા સપના ઓ ની સમજ છે, પણ નહિ યાર, એ લોકો પણ મને નથી સમજતા. ખરેખર આજે એક્દુમ એકલો મેહસૂસ કરું છું. કાશ, તું મારી સાથે હતે. I miss you and I need you dear.....

Friday 23 September 2011

To, Hetal Mahendrakumar Sangani: મારો જન્મદિવસ.......

હેય, ચકુ, તને ખબર છે હું આજે આખો દિવસ તારા ફોન ની જ રાહ જોતો હતો. મને એમ કે તું ભૂલી ગઈ હશે, પણ ફત્તું એ મને કીધું કે તને બધું યાદ છે. છતાં પણ તે મને Wish ના જ કર્યું ને? કઈ નહિ, તને એમાં મજા આવે તો એમ જ રાખ. હું પણ એમ જ સમજુ છું કે અત્યારે મારા પ્રેમ ની પરીક્ષા નો ટાઇમ ચાલે છે. પણ એક વાત સાચે સાચી કહું આજે તને બહુ miss કરી મેં તને. પ્લીઝ આવી જા ને યાર.

Wednesday 21 September 2011

To, Hetal Mahendrakumar Sangani: હું, તું અને તારી યાદો.........

હેય મારી ગોલુ-મોલું, ચોકલેટ જેવી સ્વીટ-સ્વીટ ચકુ, કેમ છે? હું આજે આટલો ખુશ કેમ છું? અરે યાર, હું તો હંમેશા ખુશ જ હોઉં છું. હા, આજે જરા તારા પર પ્રેમ વધારે પડતો ઉભરાયો છે. એનું કારણ એ છે કે છેલ્લા ૩ મહિના થી હું ભૂલકા-ભવન અને રાંદેર માં અમારા માટે, અમારા બજેટ માં ફીટ બેસે એવો ફ્લેટ શોધતો હતો તે આ રવિવારે અમને મળી ગયો ને પપ્પા ને પણ ફ્લેટ ગમ્યો છે. હા હા, મને ખબર છે આ ન્યુઝ આમ જ ના આપાય, પાર્ટી તો બને છે. આપીશ ને પાર્ટી પણ આપીશ. એમ પણ જો ને મારો બર્થ-ડે પણ આવે છે. તો તેની પાર્ટી પણ આપવાની જ છે ને. ના બાબા, હું બિલકુલ કંજુસી નથી કરતો, ગ્રાન્ડ પાર્ટી હશે બસ, ખુશ. ને એમ પણ યાર, હું તો જસ્ટ, મકાન કે ફ્લેટ ખરીદી શકું છું. એને ઘર બનાવવાનું તો તારા હાથ માં છે. મને નથી ખબર કે એ દિવસ આવશે કે નહિ, પણ હા હું એ દિવસ ની રાહ જરૂર જોઇશ. ચાલ મળીએ પછી, ત્યાં સુધી "જય શ્રી કૃષ્ણ" ઘર માં બધા ને મારી યાદ આપજે.

Monday 19 September 2011

To, Hetal Mahendrakumar Sangani: રણ ને તરસ છે ગુલાબ ની.....ને આ આંખો ને તારા દીદાર ની...

હેય, ચકુ શું કરે છે? હું તો તને ખબર છે, એક જ કામ કરું છું, તને યાદ કરવાનું. બીજું કોઈ કામ જ નથી. હમણાં રાતે એક મસ્ત સ્વપ્નું આવ્યું,.એને જોયા પછી દિલ માં એમ જ થાય છે કે કાશ એ સ્વપ્નું સાચું થઇ જાય. પણ મને ખબર છે, હું એટલો નસીબદાર નથી. અરે હા, કહું છું કે સ્વપ્નું શું હતું. એ જ કે તારા ફ્લેટ ની સામે નો ફ્લેટ મેં ખરીદી લીધો. પછી એક દિવસ હું જેસલ ભાભી ને બજાર માં મળ્યો, અને એમને મારા દિલ ની બધી વાત કહી. એમને બધી વાત શાંતિ થી સાંભળી અને કહ્યું કે એ ભાઈ ને બધી વાત કરશે. પછી થોડા દિવસ પછી ભાઈ નો ફોન આવ્યો કે પપ્પા મને મળવા માંગે છે. હું તારા ઘરે આવ્યો ને પપ્પા ને વાત કરી કે હું એમની આ ગોલ-મટોલ હેતુ ને પસંદ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગું છું. થોડી વાતચિત પછી એ માની ગયા, અને મને વિશ્વાસ જ બેસતો હતો નહિ કે એ આપના સંબંધ માટે માની ગયા. પછી શું, એમને એ પણ ખબર પડી ગઈ કે સામે નો ફ્લેટ મેં જ લીધો છે. બસ પછી શું, તું મારા ઘરે આવતી-જતી થઇ ગઈ. આપને સાથે રોજ થોડો-થોડો સમય ગાળતા હતા, ને જીંદગી એક્દુમ એન્જોયેબલ થઇ ગઈ......ને એટલી વાર માં સવાર પડી ગઈ, ને ઊઠવાનું માનન નહોતું થતું આ સ્વપ્નું છોડી ને તો પણ ઉઠવું પડ્યું.........હેય હેતુ પ્લીઝ ભગવાન ને પ્રાથના કર કે મારું આ સ્વપ્નું સાચું પડે. કેમ કે તારા વગર મારું જીવન એક ઉજ્જડ અને વેરાન રણ જેવું છે.......

Thursday 15 September 2011

To, Hetal Mahendrakumar Sangani: में यह सोच कर उठा तेरे दर से!...........

में यह सोच कर उठा तेरे दर से!
तू बाह पकड़ के मना लेगी मुजको!!

वोह लहराया था दामन कुछ इस तरह से हवा में!
तू दामन से पकड़ कर बिठा देगी मुजको!!

कुछ आई थी आहट ऐसे लगा की!
तू पीछे से आकर रोक लेगी मुजको!!

पर ना, आवाज दी, ना मुजको मनाया!
ना दामन से पकड़ कर मुजको बिठाया!!

ना बाह पकड़ कर रोका मुजको!
में बस यु ही बढ़ता चला आया!!

में बस यु ही बढ़ता चला आया!
की आज तुमसे बिछड़ गया हु!!

में यह सोच कर उठा तेरे दर से!.......

સોરી ચકી, આજે હું મારી જાત પર કાબુ નથી રાખી શક્યો. એક્ચ્યુલી, આજે તું મને બહુ યાદ આવે છે....
I really miss you too much dear. કાશ, તું સમજી શકતે.!!!!!


Wednesday 14 September 2011

To, Hetal Mahendrakumar Sangani: "તારી મરજી"....

હેય, શું કરે છે? ઓનલાઈન થાય છે, કે બધું બંધ કરી દીધું. ડોટ-નેટ ની તૈયારી કરે છે? ના હે ને? ઈન્ટરવ્યું માટે રીસ્યુંમે મેઈલ કર્યું, ના હે ને? યાર શું છે, આ બધું? મને ખબર છે તારા ડાઈલોગ, તમે મારી ફિકર નહિ કરો, હું બધું મેનેજ કરી શકું છું એન ઓલ ધેટ. એક વાત કહું, તું માને કે નહિ માને પણ હું આજે પણ તારી સાથે રહેવા માંગુ છું, તારા દર-એક સંઘર્ષ માં. હું આજે પણ તને બને એટલી મદદ કરવા માંગું છું, એટલા માટે નહિ કે મને તારી કાબેલિયત પર કોઈ શંકા છે અથવા હું તારી પર કોઈ અહેસાન કરવા માંગું છું. તું જાણે છે કે મારો આવો કોઈ ઇન્તેન્સન નહિ હોય. હું તો બસ મારી તસલ્લી ખાતર મારી ખુશી ખાતર અને તારી નજીક રહેવા માટે આ બધું કરું છું. હવે તને આ પસંદ ના હોય તો.......તું જાણે. છેલ્લે એક જ વસ્તુ હું તને કહીશ જે હંમેશા કહેતો આવ્યો છું "તારી મરજી"....

Tuesday 13 September 2011

To, Hetal Mahendrakumar Sangani: मुसाफिर हूँ यारो.......13 Sept 2011

હેય ચકુ, કેમ છે? હું કેમ છું!!!??? બસ ચાલ્યા કરે,લાઈફ છે. તું બોલ, ઘર માં બધા કેમ છે? મજા માં છે ને? હા મને ખબર છે કે તારા ડેડ મને ખાસ પસંદ નથી કરતા. એમના માટે હું કદાચ એવો નથી કે જેને એ પોતાનો જમાઈ બનાવી શકે, પણ એ તારા ડેડ છે. તો અલ્ટીમેટલી મારા માટે તો એ જ મારા સસરા છે. કેમ કે ભગવાન જમાઈ માં ચોઈસ આપે છે, સસરા માં નહિ એટલે એ મને ગમે કે ના ગમે હું તારા ડેડ ને બદલી ના જ શકું, એટલે પછી જેવા છે એવા એક્સેપ્ટ કરવા જ પડે, છૂટકો જ નથી. તને વાઈફ બનાવવી હોય તો એને તો સસુરજી કહેવા જ પડે ને. પણ એ છે કે એ તારા ડેડ છે એટલે એમનો પૂરો અધિકાર છે કે એ તારા માટે એમને પસંદ પડે એવો જમાઈ શોધે ને હું એમના આ અધિકાર પર તરાપ નથી મારવા ઈચ્છતો. બસ હું તો એમને એટલું જ કહેવા માંગું છું કે જો તેઓ મારી પર થોડો પણ ભરોસો કરી સકતા હોય તો મને એક ચાન્સ આપે. હું એમની આ ગોલુ-મોલું દન્લોફ ના ગાદલા જેવી હેતુ ને મારા હૃદય ની સામ્રાજ્ઞી બનાવી ને રાખવા માંગું છું. કાશ આ બધી વાત હું એમને કરી શકત. યાર તું વિચારતી હશે કે કેવો રોંદુ માણસ છે, એક જ વાત પકડી ને બેઠો છે. બધું ભૂલી ને આગળ કેમ નથી નીકળી જતો, હે ને? પણ શું થાય, તું મારા માટે શું છે, એ તું ત્યારે જ સમજી શકીશ જયારે તને પ્રેમ થશે. મીરાબાઈજી લખે છે,
"ઓરી મેતો પ્રેમ દીવાની, મેરા દરદ ના જાણે કોઈ"
આ પદ માં આગળ એક કડી આવે છે.
"ઘાયલ કી ગત ઘાયલ જાણે, ઔર જાણે ના કોઈ"
"પ્રેમ કી મારી વન વન ઘૂમું, વૈધ મીલ્યો નહિ કોઈ"
બસ, એટલું સમજી ને ચાલ કે મારા આ દરદ નો ઈલાજ તારા ને તારા ડેડ ના હાથ માં છે. એ તારો હાથ મારા હાથ માં આપે તો હું ઠીક થઇ જઈશ, નહીતર છે આ જીવન ભાર નું દુખ. હવે તમે બંને જણ સમજો તો ઠીક, નહીતર કઈ નહિ...........

Monday 12 September 2011

To, Hetal Mahendrakumar Sangani: मुसाफिर हूँ यारो.....12 Sept 2011

હેય પ્રિન્સેસ, કેમ છે? શું ચાલે છે? કઈ ખાસ નહિ તને તો ખબર છે ને જ્યાં સુધી તારી સાથે વાત નહિ કરું ત્યાં સુધી મારો દિવસ પૂરો નથી થતો. વેલ આજે ઓફીસ માં દિવસ ઠીક ઠીક રહ્યો, તરુણ સાહેબ આવેલા નહિ. ને મારી પાસે જે કામ હતું હું એમાં ફસાયેલો હતો. દિવસ કઈ રીતે પસાર કર્યો તે તો મારું મન જ જાણે છે. ઘર માં પણ બાબાજી ની દયા છે કે શાંતિ છે. બસ બહેન ના મેરેજ ની ચિંતા છે. મારી સાથે તો તું છે, પણ એ બિચારી એકલી પડી જાય છે. નિલય હોય છે તો થોડો આરામ છે. હમણાં પેલી શ્રી કૃષ્ણ ની સીરીયલ "દ્વારકાધીશ" માં એક મસ્ત એપિસોડ હતો એમાં બતાવેલું કે એક સાચો ભક્ત ભગવાન જે સંજોગો માં રાખે એમાં જ ખુશ રહે છે એ એની મરજી માં જ રાજી રહે છે. ઇવન ભગવાન પોતે ઈચ્છે છે કે ભક્ત એની પાસે કશું માંગે તો પણ એ નથી માંગતો. મને ખબર છે તું પણ આ જ સિધ્ધાંત પર જીવે છે. તારી મરજી નથી ચલાવતી, લાઈફ જે આપે એમાં જ સંતોષ મને છે, ને એટલે જ હું તને આટ-આટલું સમજાઉં છું તો પણ નથી માનતી ને મને પણ એવો જ ઉપદેશ આપે છે કે લાઈફ માં જે મળે એને જ એન્જોય કરું. પણ ચકુ હું એવી રીતે બધું એક્સેપ્ટ નથી કરી શકતો, હું મારી આખી જીંદગી ચુપ-ચાપ નીકાળી શકું છું પણ બદલા માં મને તારો સાથ જોઈએ છે. હું તારી મેટર માં કોમ્પ્રોમીસ નથી કરી શકતો સોરી, હું આખી જીંદગી તારી રાહ જોઈ શકું છું, પણ મારા જીવન માં તારા સિવાય બીજી કોઈ ને બરદાસ્ત નથી કરી શકતો. હવે જો તું આને મારી જિદ્દ કે અહં કહેતી હોય તો એ તારી મરજી.....

Sunday 11 September 2011

To, Hetal Mahendrakumar Sangani: "होठो से छूलो तुम मेरा गीत अमर कर दो, बन जाओ मीत मेरे मेरी प्रीत अमर कर दो"

હાય કેમ છે દોસ્ત, તું વિચારતી હશે ને કે આ ગાંડા ને આજે શું થયું? જે રોજ તને કોઈ નવા નામ થી બોલાવતો હતો તે આજે તને દોસ્ત કેમ બોલે છે, હે ને? એક સાચી વાત કહું, ખબર નહિ કેમ, હું આજ સુધી તારી સામે ખુલ્લા મન થી વાત જ નથી કરી શકયો. હું તને આજ સુધી નથી કહી શક્યો કે તું જસ્ટ મારો પ્રેમ જ નહિ, પણ મારી શક્તિ છે, તું જ મારી સહુ થી સારી દોસ્ત છે હું તારી સામે મારું દિલ ખોલી ને વાત કરવા માંગું છું તને મારી મન ni બધી કહી-અનકહી વાતો માં સામેલ કરવા માંગું છું તને ખબર હું તને ગણી વાર "Sangi"  કહું છું જેનો મતલબ મેં તને "Princess Of Sanganis" એવો કીધો છે. ઇન્ફેક્ત હું તને "Sangini" જેનો મતલબ તને ખબર છે કહેવા માંગતો હતો પણ મને ખબર છે તને આ બધું પસંદ નથી પણ એક વાત હું તને કહેવા માંગું છું ને એવું નહિ કે આજે જ પણ લાઈફ માં ગમે ત્યારે જયારે મોકો મળે ત્યારે એક વાત તને કહેવી છે કે "હેય ગોલુ-મોલું, પ્લીઝ મારા જીવન માં આવી ને મારા જીવન ને તારા પ્રેમ ના પ્રકાશ થી જલ્હાલતું બનાવી દે, મારી જીવન સંગીની બની ને મારા અધૂરા જીવન ને તારા પ્રેમ થી પૂર્ણ બનાવી દે"

Saturday 10 September 2011

To, Hetal Mahendrakumar Sangani: હિમાંશુ - ૧૦ સપ્ટે ૨૦૧૧

હેય, મારી ગોલુ-મોલુ, કેમ છે? મેં તને જે મેઈલ એદ્દ્રેસ્સ મેસેજ કર્યો છે ને તેના પર તારું રીસ્યુંમે મેઈલ કરી દેજે અને હા ઈન્ટરવ્યું માં બરાબર પ્રીપેરેસન કરજે. યાર, કેયુર અને અમિત છેલ્લા કેટલાય દિવસ થી નથી બોલતા એકબીજા સાથે એમની વચ્ચે ખબર નહિ કઈ વાત પર અણબનાવ થયો છે? કોણ જાણે કેમ લોકો પોતાના ઈગો ને વધારે પડતું ઈમ્પોર્તંસ આપે છે. એક સિમ્પલ વસ્તુ નથી સમજતા કે લાઈફ માં સારા અને સાચા દોસ્ત જલ્દી નથી મળતા એતો નસીબદાર હોય છે જે લોકો પાસે આવા દોસ્ત હોય છે બાકી જ્યાં જુઓ ત્યાં સ્વાર્થી અને તક સાધુ લોકો તમારા દોસ્ત હોવાનો દાવો કરતા હોય છે. હું બંને ને સમજાવવાની કોશિશ કરું છું.....આગળ ભગવાન જાણે.

Friday 9 September 2011

To, Hetal Mahendrakumar Sangani: तुजे जीवन की दौर से बांध दीया हैं. तेरे जुल्म और सितम सर-आँखों पर!

હેય, કેમ છે? યાર, આજે ઓફીસ માં થોડું વર્ક હતું. આજે વિશાલ નો ફોન પણ આવવાનો હતો અને એને ફાઈનલ વર્ક સ્ટેટસ આપવાનું હતું. આજે એક અજીબ વાત થઇ અમે બધા ગઈ કાલે મુવી જોવા ગયા હતા ને "બોડીગાર્ડ", તો આજે મને કેયુર કહે કાલે મુવી જોઈ ને એને એની ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ. પછી એને મને એની સ્ટોરી કહી એ પણ એક છોકરી ને પ્રેમ કરે છે જે વાણીયા છે. એ છોકરી પણ તારી જેમ જ એના પપ્પા ની વિરુદ્ધ નથી જવા માંગતી. એટલે એને આને ના કહી દીધી. મેં પૂછ્યું હવે શું કરવાનો વિચાર છે? તો બોલ્યો જોઉં છું, એની વેઇટ કરીશ. આગળ ભગવાન જાણે. તને ખબર છે મને હસવું આવી ગયું. એ બિચારો એમ સમજે છે કે હું એની ફિલિંગ્સ ની મજાક ઉડાઉ છું પણ એને ની ખબર હોય કે જયારે આવું થાય તો દિલ પર શું વીતે એ મારા થી વધારે કોણ સમજી શકે? ને હું એને કહી પણ નથી શકતો કે હું તારું દર્દ સમજી શકું છું. યાર આવું કેમ છે? શું જે સાચા દિલ થી પ્રેમ કરે છે એ કઈ ગુનો કરે છે? શું કામ આવા લોકો ને બસ પોતાની પ્રેયસી ની યાદ માં તડપવાનું લખાયું છે? યાર આ બધા કઈ સડક છાપ મજનું નથી બધા ભણેલા ગણેલા સારા ઘર ના છોકરા ઓ છે. તો હજુ પણ છોકરી ઓ ના વાલી ઓ ને હજી શું જોઈએ છે? શું એમને વિશ્વાસ નથી કે અમે એમની છોકરી ઓ ને અમારા જીવ થી પણ વધારે ચાહીશું અમે એમને દુનિયા ની એ દરેક ખુશી આપીશું જે તેઓ ઈચ્છે છે કે તેઓ ની છોકરી ઓ ને મળે બસ થોડો વિશ્વાસ રાખો અમારી ઉપર. પણ મને ખબર છે મારી વાત ની કોઈ અસર નહિ થાય આ દુનિયા ઉપર એ આમ જ રહેશે એ આમ જ અમને પથ્થર મારશે ને પાગલ કહેશે. કઈ નહિ નો પ્રોબ્લેમ મેમ જયારે પ્રેમ કરવાની જુરુરત કરી છે તો પથ્થર પણ ખાઈ લઈશું. આખરે તો હું તને બસ એક જ વાત કહીશ
"तुजे जीवन की दौर से बांध दीया हैं.
तेरे जुल्म और सितम सर-आँखों पर!"

Thursday 8 September 2011

To, Hetal Mahendrakumar Sangani: दिल से रे............

હેય, આજે મસ્ત મજા આવી, આજે તરુણ નાં ઘરે તેની વાઈફ નું શ્રીમંત હતું, તો અમે બધા સવાર ના ત્યાં જ હતા. અને પછી બધા મુવી જોવા ગયા. આજે કશું કામ જ નથી કર્યું. તને ખબર છે મને માસી કહે છે કે તને ભૂલી જાઉં. એ એમ કહે છે કે એમાં શું એક છોકરી જ હતી ને બીજી આવશે, પણ ચકુ એમને શું ખબર તું મારા માટે ફક્ત એક છોકરી જ નથી. જો એવું હોત તો મારી પાસે તારો વિકલ્પ હોત. પણ દિયર તું મારા માટે ફક્ત હેતલ છે આ ફક્ત એક નામ નથી પણ એ શબ્દ જે આજે પણ મારા દિલ ને ધડકતું રાખે છે. યાર મારું દિલ મને હમેશા પૂછે કે હવે શું? તો ખબર છે હું એને એક જ વાત કહું છું કે શું તું હેતલ ને સાચા દિલ થી ચાહે છે? જો હા તો વિશ્વાસ રાખ એ તારી પાસે આવશે જ ક્યારે એ ખબર નહિ પણ આવશે એ નક્કી. એટલે જો તું એને ચાહતો હોય તો એની રાહ જો નહિ તો એને ભૂલી ને આગળ નીકળી જા choice is yours. તો એ સાલો પણ બદમાશ છે મને કહે છે હિમાંશુ હેતલ માટે આ જન્મ તો શું અગર ભગવાન એમ કહે ને કે સાત જન્મ રાહ જોવી પડશે તો પણ ફિકર નોટ. છે ને એ પણ સાલું ફિલ્મી :) ચાલ હવે તું કઈ બોલ, ક્યારનો હું જ લવારા હાક્યે રાખું છું, શું ચાલે ઘર માં? ભાઈ, પપ્પા, ભાભી, મમ્મી, અને હા પેલી નાની તોફાની શ્વેની શું કરે છે? ને આ બધા ની ઉપર એ તોફાની શ્વેની ની એના જેવી જ તોફાની ને બદમાશ ફોઈ જે મને હમેશા હેરાન કરતી હોય છે સતાવતી હોય છે એ મારી હેતુ, કેવી છે?  મજા માં તો છે ને એ? બધા ને મારી યાદ આપજે. નસીબ હશે તો તને................ 

Wednesday 7 September 2011

To, Hetal Mahendrakumar Sangani: तेरी मेरी, मेरी तेरी प्रेम कहानी हे मुश्किल, दो लफ्जो में ये बयां ना हो पाए.......

યાર, જાણું છું તું મને ભૂલી ચુકી છે ને લાઈફ માં આગળ નીકળી ગઈ છે. મને એનો કોઈ ગમ નથી,. બસ હું તો તું ખુશ રહે તે જ ઈચ્છું છું. પણ એક વસ્તુ કહેવી છે કે હું મારી લાઈફ માં ગમે તેટલો આગળ નીકળી ગયો છતાં આજે પણ મારું દિલ તને જ જંખે છે. એ તો આજે પણ તારી રાહ જુએ છે. એવું ના સમજતી કે હું તને પાછો મનાવવાની કોશિશ કરું છું, બસ હું તને એટલું કહેવા માંગું છું કે જીવન માં ગમે ત્યારે પાછું જોવાની ઈચ્છા થાય તો, વિચારતી નહિ, બિન્દાસ્ત આવી જજે, હું તારી રાહ જોઈ ને ત્યાજ ઉભો હોઈશ જ્યાં તે મને છોડેલો હિમાંશુ ગઈ કાલે તારો હતો, આજે પણ તારો છે,  ને જીવશે ત્યાં સુધી તારો જ રહેશે.