Sunday 20 November 2011

Hetal Sangani: जरा तस्वीर से तू नजर के सामने आ.....मेरी महबूबा

હાય હેતુ, કેમ છો? હું.....? બસ જેવો પહેલા હતો એવો જ છું. યાર, હમણાં તારો ફોટો મોબાઈલ માં જોતો હતો.....તો પેલું "પરદેશ" ફિલ્મ નું ગીત યાદ આવી ગયું. "किसी रोज उससे मुलाकात होगी, मेरी जान वोह उस दिन मेरे पास होगी.". તું વિચારતી હોઇસ કે હું પણ કેવો ગાંડો છું. હજુ પણ તારા વિષે જ વિચારું છું, હે ને? તો હા, હું હજી પણ તારા વિષે જ વિચારું છું. ચકુ, મને ખબર છે કે તું ને હું જીવન માં હવે કદાચ ક્યારેય નહિ મળીએ અને કદાચ સંજોગ્વાસાત કશે મળી પણ ગયા તો પણ તું જાણે મને જાણતી જ ના હોય એમ પસાર થઇ જશે. જે પણ હોય પણ હું રાહ જોઉં છું અને જોતો રહીશ. શેની રાહ? તો હું એ દિવસ ની રાહ જોઉં છું, જે દિવસે તને મારા પ્રેમ નો એહસાસ થશે. જે દિવસે તને એ ભાન થશે કે જીવન માં પ્રેમ જ બધું છે. જે દિવસે તને સમજાશે કે તે શું ગુમાવ્યું છે. જે દિવસે તને લાગશે કે કદાચ થોડી હિંમત કરી દીધી હોત તો. જે દિવસે તને જીવન માં પ્રેમ નું મહત્વ સમજાશે અને એપણ સમજાશે કે આ દુનિયા માં હિમાંશુ થી વધારે તને કોઈ ચાહી જ ના શકે અને તને એ ચાહત ની જરૂર છે. જે દિવસે તને ધવલ અને હિમાંશુ નો ભેદ ખબર પડશે. જે દિવસે તને ઈચ્છશે કે કાશ તું પાછી મારી બાહો માં સમાઈ શકે. ભલે હું તારી સાથે આખી ઉમર નહિ વિતાવી શકું પણ એવો કોઈ દિવસ, એવી કોઈ ક્ષણ જરૂર વિતાવવા ઈચ્છીશ જેમાં તું સંપૂર્ણ પણે મારી હોય. મને નથી ખબર કે એવી કોઈ ક્ષણ મારી કિસ્મત માં લખાઈ છે કે નહિ, પણ હું એ ક્ષણ ની રાહ તો જરૂર જોઈશ ........

No comments:

Post a Comment