Wednesday, 21 September 2011

To, Hetal Mahendrakumar Sangani: હું, તું અને તારી યાદો.........

હેય મારી ગોલુ-મોલું, ચોકલેટ જેવી સ્વીટ-સ્વીટ ચકુ, કેમ છે? હું આજે આટલો ખુશ કેમ છું? અરે યાર, હું તો હંમેશા ખુશ જ હોઉં છું. હા, આજે જરા તારા પર પ્રેમ વધારે પડતો ઉભરાયો છે. એનું કારણ એ છે કે છેલ્લા ૩ મહિના થી હું ભૂલકા-ભવન અને રાંદેર માં અમારા માટે, અમારા બજેટ માં ફીટ બેસે એવો ફ્લેટ શોધતો હતો તે આ રવિવારે અમને મળી ગયો ને પપ્પા ને પણ ફ્લેટ ગમ્યો છે. હા હા, મને ખબર છે આ ન્યુઝ આમ જ ના આપાય, પાર્ટી તો બને છે. આપીશ ને પાર્ટી પણ આપીશ. એમ પણ જો ને મારો બર્થ-ડે પણ આવે છે. તો તેની પાર્ટી પણ આપવાની જ છે ને. ના બાબા, હું બિલકુલ કંજુસી નથી કરતો, ગ્રાન્ડ પાર્ટી હશે બસ, ખુશ. ને એમ પણ યાર, હું તો જસ્ટ, મકાન કે ફ્લેટ ખરીદી શકું છું. એને ઘર બનાવવાનું તો તારા હાથ માં છે. મને નથી ખબર કે એ દિવસ આવશે કે નહિ, પણ હા હું એ દિવસ ની રાહ જરૂર જોઇશ. ચાલ મળીએ પછી, ત્યાં સુધી "જય શ્રી કૃષ્ણ" ઘર માં બધા ને મારી યાદ આપજે.

No comments:

Post a Comment