Tuesday 13 September 2011

To, Hetal Mahendrakumar Sangani: मुसाफिर हूँ यारो.......13 Sept 2011

હેય ચકુ, કેમ છે? હું કેમ છું!!!??? બસ ચાલ્યા કરે,લાઈફ છે. તું બોલ, ઘર માં બધા કેમ છે? મજા માં છે ને? હા મને ખબર છે કે તારા ડેડ મને ખાસ પસંદ નથી કરતા. એમના માટે હું કદાચ એવો નથી કે જેને એ પોતાનો જમાઈ બનાવી શકે, પણ એ તારા ડેડ છે. તો અલ્ટીમેટલી મારા માટે તો એ જ મારા સસરા છે. કેમ કે ભગવાન જમાઈ માં ચોઈસ આપે છે, સસરા માં નહિ એટલે એ મને ગમે કે ના ગમે હું તારા ડેડ ને બદલી ના જ શકું, એટલે પછી જેવા છે એવા એક્સેપ્ટ કરવા જ પડે, છૂટકો જ નથી. તને વાઈફ બનાવવી હોય તો એને તો સસુરજી કહેવા જ પડે ને. પણ એ છે કે એ તારા ડેડ છે એટલે એમનો પૂરો અધિકાર છે કે એ તારા માટે એમને પસંદ પડે એવો જમાઈ શોધે ને હું એમના આ અધિકાર પર તરાપ નથી મારવા ઈચ્છતો. બસ હું તો એમને એટલું જ કહેવા માંગું છું કે જો તેઓ મારી પર થોડો પણ ભરોસો કરી સકતા હોય તો મને એક ચાન્સ આપે. હું એમની આ ગોલુ-મોલું દન્લોફ ના ગાદલા જેવી હેતુ ને મારા હૃદય ની સામ્રાજ્ઞી બનાવી ને રાખવા માંગું છું. કાશ આ બધી વાત હું એમને કરી શકત. યાર તું વિચારતી હશે કે કેવો રોંદુ માણસ છે, એક જ વાત પકડી ને બેઠો છે. બધું ભૂલી ને આગળ કેમ નથી નીકળી જતો, હે ને? પણ શું થાય, તું મારા માટે શું છે, એ તું ત્યારે જ સમજી શકીશ જયારે તને પ્રેમ થશે. મીરાબાઈજી લખે છે,
"ઓરી મેતો પ્રેમ દીવાની, મેરા દરદ ના જાણે કોઈ"
આ પદ માં આગળ એક કડી આવે છે.
"ઘાયલ કી ગત ઘાયલ જાણે, ઔર જાણે ના કોઈ"
"પ્રેમ કી મારી વન વન ઘૂમું, વૈધ મીલ્યો નહિ કોઈ"
બસ, એટલું સમજી ને ચાલ કે મારા આ દરદ નો ઈલાજ તારા ને તારા ડેડ ના હાથ માં છે. એ તારો હાથ મારા હાથ માં આપે તો હું ઠીક થઇ જઈશ, નહીતર છે આ જીવન ભાર નું દુખ. હવે તમે બંને જણ સમજો તો ઠીક, નહીતર કઈ નહિ...........

No comments:

Post a Comment