Monday 12 September 2011

To, Hetal Mahendrakumar Sangani: मुसाफिर हूँ यारो.....12 Sept 2011

હેય પ્રિન્સેસ, કેમ છે? શું ચાલે છે? કઈ ખાસ નહિ તને તો ખબર છે ને જ્યાં સુધી તારી સાથે વાત નહિ કરું ત્યાં સુધી મારો દિવસ પૂરો નથી થતો. વેલ આજે ઓફીસ માં દિવસ ઠીક ઠીક રહ્યો, તરુણ સાહેબ આવેલા નહિ. ને મારી પાસે જે કામ હતું હું એમાં ફસાયેલો હતો. દિવસ કઈ રીતે પસાર કર્યો તે તો મારું મન જ જાણે છે. ઘર માં પણ બાબાજી ની દયા છે કે શાંતિ છે. બસ બહેન ના મેરેજ ની ચિંતા છે. મારી સાથે તો તું છે, પણ એ બિચારી એકલી પડી જાય છે. નિલય હોય છે તો થોડો આરામ છે. હમણાં પેલી શ્રી કૃષ્ણ ની સીરીયલ "દ્વારકાધીશ" માં એક મસ્ત એપિસોડ હતો એમાં બતાવેલું કે એક સાચો ભક્ત ભગવાન જે સંજોગો માં રાખે એમાં જ ખુશ રહે છે એ એની મરજી માં જ રાજી રહે છે. ઇવન ભગવાન પોતે ઈચ્છે છે કે ભક્ત એની પાસે કશું માંગે તો પણ એ નથી માંગતો. મને ખબર છે તું પણ આ જ સિધ્ધાંત પર જીવે છે. તારી મરજી નથી ચલાવતી, લાઈફ જે આપે એમાં જ સંતોષ મને છે, ને એટલે જ હું તને આટ-આટલું સમજાઉં છું તો પણ નથી માનતી ને મને પણ એવો જ ઉપદેશ આપે છે કે લાઈફ માં જે મળે એને જ એન્જોય કરું. પણ ચકુ હું એવી રીતે બધું એક્સેપ્ટ નથી કરી શકતો, હું મારી આખી જીંદગી ચુપ-ચાપ નીકાળી શકું છું પણ બદલા માં મને તારો સાથ જોઈએ છે. હું તારી મેટર માં કોમ્પ્રોમીસ નથી કરી શકતો સોરી, હું આખી જીંદગી તારી રાહ જોઈ શકું છું, પણ મારા જીવન માં તારા સિવાય બીજી કોઈ ને બરદાસ્ત નથી કરી શકતો. હવે જો તું આને મારી જિદ્દ કે અહં કહેતી હોય તો એ તારી મરજી.....

No comments:

Post a Comment