Monday 19 September 2011

To, Hetal Mahendrakumar Sangani: રણ ને તરસ છે ગુલાબ ની.....ને આ આંખો ને તારા દીદાર ની...

હેય, ચકુ શું કરે છે? હું તો તને ખબર છે, એક જ કામ કરું છું, તને યાદ કરવાનું. બીજું કોઈ કામ જ નથી. હમણાં રાતે એક મસ્ત સ્વપ્નું આવ્યું,.એને જોયા પછી દિલ માં એમ જ થાય છે કે કાશ એ સ્વપ્નું સાચું થઇ જાય. પણ મને ખબર છે, હું એટલો નસીબદાર નથી. અરે હા, કહું છું કે સ્વપ્નું શું હતું. એ જ કે તારા ફ્લેટ ની સામે નો ફ્લેટ મેં ખરીદી લીધો. પછી એક દિવસ હું જેસલ ભાભી ને બજાર માં મળ્યો, અને એમને મારા દિલ ની બધી વાત કહી. એમને બધી વાત શાંતિ થી સાંભળી અને કહ્યું કે એ ભાઈ ને બધી વાત કરશે. પછી થોડા દિવસ પછી ભાઈ નો ફોન આવ્યો કે પપ્પા મને મળવા માંગે છે. હું તારા ઘરે આવ્યો ને પપ્પા ને વાત કરી કે હું એમની આ ગોલ-મટોલ હેતુ ને પસંદ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગું છું. થોડી વાતચિત પછી એ માની ગયા, અને મને વિશ્વાસ જ બેસતો હતો નહિ કે એ આપના સંબંધ માટે માની ગયા. પછી શું, એમને એ પણ ખબર પડી ગઈ કે સામે નો ફ્લેટ મેં જ લીધો છે. બસ પછી શું, તું મારા ઘરે આવતી-જતી થઇ ગઈ. આપને સાથે રોજ થોડો-થોડો સમય ગાળતા હતા, ને જીંદગી એક્દુમ એન્જોયેબલ થઇ ગઈ......ને એટલી વાર માં સવાર પડી ગઈ, ને ઊઠવાનું માનન નહોતું થતું આ સ્વપ્નું છોડી ને તો પણ ઉઠવું પડ્યું.........હેય હેતુ પ્લીઝ ભગવાન ને પ્રાથના કર કે મારું આ સ્વપ્નું સાચું પડે. કેમ કે તારા વગર મારું જીવન એક ઉજ્જડ અને વેરાન રણ જેવું છે.......

No comments:

Post a Comment