Friday 9 September 2011

To, Hetal Mahendrakumar Sangani: तुजे जीवन की दौर से बांध दीया हैं. तेरे जुल्म और सितम सर-आँखों पर!

હેય, કેમ છે? યાર, આજે ઓફીસ માં થોડું વર્ક હતું. આજે વિશાલ નો ફોન પણ આવવાનો હતો અને એને ફાઈનલ વર્ક સ્ટેટસ આપવાનું હતું. આજે એક અજીબ વાત થઇ અમે બધા ગઈ કાલે મુવી જોવા ગયા હતા ને "બોડીગાર્ડ", તો આજે મને કેયુર કહે કાલે મુવી જોઈ ને એને એની ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ. પછી એને મને એની સ્ટોરી કહી એ પણ એક છોકરી ને પ્રેમ કરે છે જે વાણીયા છે. એ છોકરી પણ તારી જેમ જ એના પપ્પા ની વિરુદ્ધ નથી જવા માંગતી. એટલે એને આને ના કહી દીધી. મેં પૂછ્યું હવે શું કરવાનો વિચાર છે? તો બોલ્યો જોઉં છું, એની વેઇટ કરીશ. આગળ ભગવાન જાણે. તને ખબર છે મને હસવું આવી ગયું. એ બિચારો એમ સમજે છે કે હું એની ફિલિંગ્સ ની મજાક ઉડાઉ છું પણ એને ની ખબર હોય કે જયારે આવું થાય તો દિલ પર શું વીતે એ મારા થી વધારે કોણ સમજી શકે? ને હું એને કહી પણ નથી શકતો કે હું તારું દર્દ સમજી શકું છું. યાર આવું કેમ છે? શું જે સાચા દિલ થી પ્રેમ કરે છે એ કઈ ગુનો કરે છે? શું કામ આવા લોકો ને બસ પોતાની પ્રેયસી ની યાદ માં તડપવાનું લખાયું છે? યાર આ બધા કઈ સડક છાપ મજનું નથી બધા ભણેલા ગણેલા સારા ઘર ના છોકરા ઓ છે. તો હજુ પણ છોકરી ઓ ના વાલી ઓ ને હજી શું જોઈએ છે? શું એમને વિશ્વાસ નથી કે અમે એમની છોકરી ઓ ને અમારા જીવ થી પણ વધારે ચાહીશું અમે એમને દુનિયા ની એ દરેક ખુશી આપીશું જે તેઓ ઈચ્છે છે કે તેઓ ની છોકરી ઓ ને મળે બસ થોડો વિશ્વાસ રાખો અમારી ઉપર. પણ મને ખબર છે મારી વાત ની કોઈ અસર નહિ થાય આ દુનિયા ઉપર એ આમ જ રહેશે એ આમ જ અમને પથ્થર મારશે ને પાગલ કહેશે. કઈ નહિ નો પ્રોબ્લેમ મેમ જયારે પ્રેમ કરવાની જુરુરત કરી છે તો પથ્થર પણ ખાઈ લઈશું. આખરે તો હું તને બસ એક જ વાત કહીશ
"तुजे जीवन की दौर से बांध दीया हैं.
तेरे जुल्म और सितम सर-आँखों पर!"

No comments:

Post a Comment